આ પ્રણય નીષ્ફળ જવાના બે જ કારણ હોય છે…
બેન્ડવાજા, ઢોલ-તબલા, વાંસળી કે ડ્રમ નથી,
નાચવા મન થાય એવી એક પણ સિસ્ટમ નથી.
એક ઢોલી ભાઈ નુ ગુમ થઈ ગયુ છે ઢોલકુ,
ત્યારથી એના હ્રદય મા ભમ-ભમ નથી.
જો જવુ હોય આપને તો કોણ રોકે છે ભલા,
પ્રેમ થી ભાગ છુટો ને ! તમને મારા સમ નથી.
એમની પાસે જવામા ડર જો લાગે આપને,
દુર થી જોયા કરો ને એમા કંઈ જોખમ નથી.
આ પ્રણય નીષ્ફળ જવાના બે જ કારણ હોય છે,
છોકરી મક્કમ નથી કાં તો છોકરા માં દમ નથી.
Add comment 30 July, 2009
રોકાઇ શક્યો ન હું જગત જોતા જ રહી ગયા…
રોકાઇ શક્યો ન હું જગત જોતા જ રહી ગયા
આ જગ મારો તમાશો જોતા જ રહી ગયા
જાગવાવાળા ઉઠ્યા અને ઉઠીને આગળ નીકળી ગયા
સુવાવાળા મીઠા સપના જોતા જ રહી ગયા
અમે કીનારાનો લઈ સહારો નીકળ્યા તોફાનમા
દુરથી કોઇ કીનારા જોતા જ રહી ગયા
પોતાની રાહ પર એકલા જ ચાલ્યા ચાલતા રહ્યા
શોધવાવાળા સહારો જોતા જ રહી ગયા
વાતો જે સારી લાગી અમે કહીને ચાલતા થયા
કોઇ વાતોના ખુલાસા જોતા જ રહી ગયા
અમે અમારા પ્રેમના સાંધા કર્યા અને સીવી લીધા
કોઇ જગના સાંધાવાંધા જોતા જ રહી ગયા
અમે મંઝિલ મેળવી અને આગળ બનાવી મંઝિલ
કોઇ પોતાના જુના ઘર જોતા જ રહી ગયા
લાવી જીંદગી અમને અમે જીંદગી લઈ ચાલ્યા
જીંદગી આપવાવાળા જોતા જ રહી ગયા
Add comment 30 July, 2009
કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..
Add comment 30 July, 2009
બંધ આંખોમાં છુપાયેલ વેદનાને કઈ રીતે હું ક્લિક કરું?
જે હજી જન્મી નથી એ વારતાને કઈ રીતે હું ક્લિક કરું?
ફોન, ટીવી, ફ્રીઝ, એસી-છે બધું હાજર સતત સેવામાં તોયે
ભીતરે વધવધ થતા ખાલીપણાને કઈ રીતે હું ક્લિક કરું?
રોટલા માટે ટટળતાં બાળકોના દેશમાં જીવી રહ્યો છું,
એમની ભૂખી રહેલ જિજીવિષાને કઈ રીતે હું ક્લિક કરું?
મંદિરે સ્થાપિત થયેલા ઈશ્વરો વિશે મને સંદેહ છે,
દ્વાર પર રઝળી પડેલી પ્રાર્થનાને કઈ રીતે હું ક્લિક કરું?
રંગભૂમિ પર ભજવતા પાત્રની તસવીર મેં ખેંચી તો લીધી,
તે છતાં દ્વિધા છે એની પાત્રતાને કઈ રીતે હું ક્લિક કરું?
Add comment 30 July, 2009
તું મળે ના તો બધે અંધાર જેવું લાગતું…
તું મળે ના તો બધે અંધાર જેવું લાગતું
શ્વાસ લેતાં આ હવામાં ભાર જેવું લાગતું
એટલે વાતાવરણ ધુમ્મસભર્યુ ચારે તરફ -
આંખ અંદર ધૂંધળા આકાર જેવું લાગતું
જાય છે પગલાં ભૂંસાતા ગામમાં સોંપો પડ્યો
સીમને પાદર સૂના વિસ્તાર જેવું લાગતું
ફૂલ પાસે હું જઇ અટકી પડયો છું એકદમ,
ક્યાંક તારી મ્હેકના આધાર જેવું લાગતું
આંખના ખૂણે નદીઓ વાળવી પાછી
વિસ્તરીને આંસુ અનરાધાર જેવું લાગતું.
Add comment 30 July, 2009