એફ.ડી.આઈ. નો વિરોધ અને મતદાન

    રીટેઈલમાં એફ.ડી.આઈ. ના મુદ્દે ખુબ જ વિરોધ અને પ્રદર્શન બાદ આખરે સંસદમાં તેના વિષે ચર્ચા થઇ. કોંગ્રેસ અને તેના કેટલાક સાથી પક્ષોને બાદ કરતા મોટા ભાડના પક્ષો એફ,ડી.આઈ. ની વિરુદ્ધમાં હતા.  સંસદની અંદર અને બહાર તેનો જોરદાર વિરોધ થયો અને કોંગ્રેસે તેને સમર્થન પણ આપ્યું. એફ.ડી.આઈ. ના વિરોધમાં સપા અને બસપા પણ હતી.

           આખરે લોકસભામાં એફ.ડી.આઈ વિરુદ્ધના પ્રસ્તાવ પર મતદાનનો સમય આવ્યો. આ પ્રસ્તાવ વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ ધ્વારા લાવવામાં આવ્યો હતો. પસ્તાવ લાવતા પહેલા તો બધાને એમ જ હતું કે એફ.ડી.આઈ.ની વિરુદ્ધનો આ પ્રસ્તાવ પર લોકસભામાં મતદાન સમયે કોંગ્રેસને ખુબ મુશ્કેલી પડી સકે છે પરંતુ થયું કઈક ઉલટું. લોસભામાં આ પ્રસ્તાવ પસાર ના થઇ શક્યો તેનું એક માત્ર કારણ હતું સપા અને બસપાનો સ્વાર્થ અને લુચ્ચાઈ..!!!   જનતાની સામે એફ.ડી.આઈ. નો જોરશોર થી વિરોધ કરનાર અને પાછુ સંસદમાં પણ એફ,ડી.આઈ. નો વિરોધ કરનાર આ બંને પક્ષના સભ્યો મતદાન વખતે ગેરહાજર રહ્યા. મતલબ કે તેમને એફ.ડી.આઈ.ની વિરુદ્ધમાં મતદાન કર્યું નહિ. અને તેના કારને એફ.ડી.આઈને લોકસભામાં અને પછી આજ રીતે રાજ્યસભામાં પણ સમર્થન મળી ગયું.

           જયારે સપા અને બસપાના નેતાઓને પૂછવામાં આવ્યું કે તેઓ એફ.ડી.આઈ.નો વિરોધ કરતા હતા તો પછી શા માટે તેની વિરુદ્ધ મતદાન ન કર્યું? તો તેના નેતાઓએ જવાબ આપ્યો કે તેઓ સાંપ્રદાઇક તત્વોને સત્તા પર આવવા દેવા માંગતા નહોતા એટલે મતદાન ન કર્યું ….!!!

           પરંતુ હકીકત કૈક અલગ છે. અસલમાં જો તેઓ કોંગ્રેસની વિરુદ્ધ મતદાન કરે તો તેમના પર ચાલતા સી.બી.આઈ ના કેસો ની તપાસ ફરી શરુ થઇ જાય.  મુલાયમસિંહ યાદવ અને માયાવતી કોંગ્રેસને એટલે જ બહારથી સમર્થન કરે છે. હકીકતમાં તેમને કોંગ્રેસ સાથે સમજુતી કરેલી છે કે જો સપા અને બસપા કોંગ્રેસને ટેકો આપશે તો તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામાં આવે અને જો તેઓ કોંગ્રેસની વિરુદ્ધ જશે તો કાર્યવાહી ફરી શરુ થશે. એટલે બહારથી લોકોને આકર્ષવા માટે એફ.ડી.આઈ. નો વિરોધ કર્યો પણ મતદાન સમયે મતદાન ન કરતા તેમની પોલ ખુલ્લી પડી ગઈ છે.

           વાસ્તવમાં જો કોંગ્રેસ એફ.ડી.આઈ વિરદ્ધના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં જો હારી જાત તો પણ ભાજપને સત્તા નહોતી મળી જવાની. માત્ર એફ.ડી.આઈ. ને મંજુરી ના મળી હોત. અને  ખુદ સુષ્મા સ્વરાજે ખાતરી આપી હતી કે જો એફ.ડી.આઈ. ને પાછુ ખેચવામાં આવે  કે તેની વિરુદ્ધના મતદાનમાં સરકારની હાર થાય તો પણ યુપીએ સરકારને આંચ નહિ આવે. પરંતુ સપા અને બસપાએ પોતાના સ્વાર્થ ખાતર અને લુચ્ચાઈ છુપાવવા માટે સામ્પ્રદાઇક તત્વોને સત્તા મળવાની વાત ઉપજાવી કાઢી.

          અહી અસલ મુદ્દો એફ.ડી.આઈ. નો વિરોધ કે સમર્થનનો નહિ પરંતુ રાજકારણીઓ ધવારા કરવામાં આવતી છેતરપીંડીનો છે. આ એજ લોકો છે જેમને યુપીના લોકો ખોબે ખોબા ભરીને મત આપે છે. શું ખરેખર આ લોકો મત મેળવવાને લાયક છે ખરા? પણ જો જનતા જ તેમને સમર્થન આપતી હોય તો પછી ” વાંદરાને નિસરણી મળે જ ને??

~::        લેખક :      તેજશ પટેલ         ::~

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s