કર્મનો સિદ્ધાંત

મોટા ભાગના હિંદુઓ અને બીજા ઘણા ધર્મના લોકો કર્મના સિદ્ધાંતમાં મને છે. તેઓ વિચારે છે કે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે. કેટલાક લોકો એવું માને છે કે કર્મનું ફળ એ જ જન્મમાં મળે છે જેમાં કર્મ કરવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે કર્મ પ્રમાણે આગળનો અવતાર મળે છે જયારે કેટલાક લોકો માને છે કે કર્મ પ્રમાણે સ્વર્ગ અને નર્ક મળે છે.

પરંતુ હું માનું છુ કે કર્મનું ફળ એ જ જન્મમાં મળે છે જે જન્મમાં કર્મ કરવામાં આવ્યું હોય. અને ઘણીવાર તો કર્મના થોડા જ સમયમાં તેનું ફળ મળી જાય છે.

જેમ કે, પરીક્ષા. જો વિદ્યાર્થી પરીક્ષા અગાઉ ખુબ મેહનત કરે તો પરિણામ સારું આવે છે અને જો મહેનત ઓછી કરે તો ખરાબ. આમ તેના કર્મનું ફળ મળવામાં પરિણામ આવતા સુધીનો સમય લાગે છે. પરંતુ હૂબ મહેનત કાર્ય પછી પણ પરિણામ ખરાબ આવે તો? તેમાં પણ કર્મનું ફળ તો આ જન્મમાં જ મળે છે પરંતુ તેમાં સમય વધુ લાગે છે. કારણકે વિદ્યાર્થી એ કરેલી મહેનતના કારણે તેના જ્ઞાનમાં વધારો થાય જ છે અને એ જ્ઞાન તેના જીવનમાં અથવા વ્યવસાયમાં ક્યારેક તો કામ લાગે જ છે. તે જ્ઞાન ઘણીવાર તેના પરિવારવાળા ને પણ કામ લાગે છે. આમ તેના કર્મનું ફળ તો આજ જન્મમાં મળે છે.

એવા ઘણા બધા ઉદાહરણ આપણે આપણી આસપાસ જોઈએ છીએ અને કહીએ છીએ કે એના કર્મોની સજા મળી. હું જયારે એન્જીનીયરીંગ કરતો હતો ત્યારની વાત છે. અમારા સીનીયર તેમનું ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટે આવ્યા હતા. તેમાંથી બે વ્યક્તિ જયારે બાઈક લઈને પાછા ઘરે જતા હતા ત્યારે હોસ્ટેલ આગળ બેઠેલા કુતરા ઉપર બાઈક ચઢાવી દીધી, કુતરું ચીસ પાડી ઉઠ્યું પણ પેલા બે જણ તેના પર ધ્યાન આપ્યા વગર ચાલ્યા ગયા. બધાએ જોયું તો કુતરું અપંગ થઇ ગયું હતું. થોડી વાર પછી બધાને ખબર મળી કે પેલા બે વ્યક્તિને ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો અને જે બાઈક ચલાવતો તેને પણ તેનો પગ ગુમાવ્યો હતો. અને અમારા બધાના મોઢામાંથી એક જ વાત નીકળી કે જેવું કર્યું તેવું ફળ મળ્યું. અહી કર્મનું ફળ માત્ર એકાદ કલાક કરતા પણ ઓછા સમય મળ્યું તેમ કહી શકાય.

હિટલર, મુસોલીની જેવા સરમુખત્યારોનો અંત કેવો હતો?

શું પરવેજ મુશર્રફ ને તેમના કર્મોની સજા નથી મળી રહી?

કોઈ વ્યક્તિ કદાચ કાનુન કે અન્ય લોકોની નજરમાંથી કર્મ કરતા બચી શકે પણ ઈશ્વરની નજરમાંથી નથી બચી શકતો. જયારે મગરમચ્છ નો શિકારી Steve Irwin એક માછલીના ડંખથી મ્રત્યુ પામે ત્યારે તેને કર્મનું ફળ નહિ તો અન્ય શું કહી શકાય?

શું આપણા જીવનમાં પણ એવા અસંખ્ય કિસ્સા નથી હોતા જેમાં આપણે કર્મનું ફળ ભોગવીએ છીએ? એકવાર દિલથી વિચારી જુઓ હજારો કિસ્સા મળી આવશે.

અને એકવાર જો તમે માનશો અથવા અનુભવશો કે કર્મનું ફળ અહી જ મળે છે તમે પોતાની જાતે જ સારા કર્મ કરવાનો પ્રયત્ન કરશો.

” જો કે દરેક વ્યક્તિ, ચાહે તે સારું કામ કરતો હોય કે ખરાબ, પોતે તો એવું જ માને છે કે તે બરાબર કરી રહ્યો છે. “

લેખક :- તેજશ પટેલ